જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ
हे आद्यशक्ति माँ, आपकी जय हो; आद्यशक्ति की जय हो।
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, પડવે પ્રગટ્યા મા
आपने समूचे अखंड ब्रह्मांड को प्रकाशित किया; हे माँ, पड़वा (प्रतिपदा) को आप प्रकट हुईं।
ઓમ જય હો જય હો મા જગદંબે
ॐ — हे जगदम्बा माँ, आपकी जय हो, जय हो।
દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જાણું
द्वितीया को: आपके दोनों स्वरूप शिव और शक्ति हैं, यह हम जानते हैं।
બ્રહ્મા ગણપતિ ગાએ, હર ગાએ હર મા
ब्रह्मा और गणपति आपका गुणगान करते हैं; हे माँ, हर (शिव) भी आपके ही गुण गाते हैं।
ઓમ જય હો જય હો મા જગદંબે
ॐ — हे जगदम्बा माँ, आपकी जय हो, जय हो।
તૃતીયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠા
तृतीया को: आप अपने तीन स्वरूपों में तीनों लोकों में विराजमान हैं।
ત્રયા થકી તરવેણી, તું તરવેણી મા
तीनों से मिलकर त्रिवेणी बनती है; हे माँ, आप ही वह त्रिवेणी हैं।
ઓમ જય હો જય હો મા જગદંબે
ॐ — हे जगदम्बा माँ, आपकी जय हो, जय हो।
ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા
चतुर्थी को: हे माँ, आप चतुर महालक्ष्मी हैं, जो सारे चर-अचर जगत में व्याप्त हैं।
ચાર ભુજા ચૌ દિશા, પ્રગટ્યા દક્ષિણમાં
आपकी चार भुजाएँ चारों दिशाओं तक हैं; आप दक्षिण में प्रकट हुईं।
ઓમ જય હો જય હો મા જગદંબે
ॐ — हे जगदम्बा माँ, आपकी जय हो, जय हो।
પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા
पंचमी को: पाँचों ऋषि आपके हैं, और आप गुणों से भरी पद्मा हैं।
પંચ સહસ્ર ત્યાં સોહીએ, પંચે તત્વો મા
वहाँ पाँच सहस्र शोभा पाते हैं; हे माँ, आप पाँचों तत्वों में हैं।
ઓમ જય હો જય હો મા જગદંબે
ॐ — हे जगदम्बा माँ, आपकी जय हो, जय हो।
ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો
षष्ठी को: आप नारायणी हैं; आपने महिषासुर का वध किया।
નર નારીના રૂપે, વ્યાપ્યા સઘળે મા
हे माँ, नर और नारी के रूप में आप सब जगह व्याप्त हैं।
ઓમ જય હો જય હો મા જગદંબે
ॐ — हे जगदम्बा माँ, आपकी जय हो, जय हो।
સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી
सप्तमी को: आप सातों पाताल में हैं; आप ही संध्या और सावित्री हैं।
ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા
हे माँ, आप ही गौ, गंगा और गायत्री हैं; आप ही गौरी और गीता हैं।
ઓમ જય હો જય હો મા જગદંબે
ॐ — हे जगदम्बा माँ, आपकी जय हो, जय हो।
અષ્ટમી અષ્ટ ભુજા, આઈ આનંદા
अष्टमी को: हे आई (माँ), आप आठ भुजाओं वाली, आनंद से भरी हैं।
સુરનર મુનીવર જનમ્યા, દેવ દૈત્યોમાં
देवता, मनुष्य और श्रेष्ठ मुनि आपसे ही जन्मे हैं — देवों में भी और दैत्यों में भी।
ઓમ જય હો જય હો મા જગદંબે
ॐ — हे जगदम्बा माँ, आपकी जय हो, जय हो।
નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા
नवमी को: नौ कुलों के नाग आपकी, नवदुर्गा की, सेवा करते हैं।
નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન, કીધા હર બ્રહ્મા
नवरात्रि का पूजन और शिवरात्रि का अर्चन — हर और ब्रह्मा ने आपके लिए किया।
ઓમ જય હો જય હો મા જગદંબે
ॐ — हे जगदम्बा माँ, आपकी जय हो, जय हो।
દશમી દશ અવતાર, જય વિજયા દશમી
दशमी को: आप ही दस अवतार हैं; विजयादशमी की जय हो।
રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા
हे माँ, आपकी कृपा से ही राम ने अपनी लीला रची और रावण को धूल में मिलाया।
ઓમ જય હો જય હો મા જગદંબે
ॐ — हे जगदम्बा माँ, आपकी जय हो, जय हो।
એકાદશી અગિયારસ, કાત્યાયની કામા
एकादशी (ग्यारस) को: आप मनोकामना पूरी करने वाली कात्यायनी हैं।
કામદુર્ગા કાલિકા, શ્યામા ને રામા
आप ही कामदुर्गा और कालिका हैं, आप ही श्यामा और रामा हैं।
ઓમ જય હો જય હો મા જગદંબે
ॐ — हे जगदम्बा माँ, आपकी जय हो, जय हो।
બારસે બાળા રૂપ, બહુચરી અંબા મા
बारस (द्वादशी) को: आप बाला रूप में बहुचरी और अंबा माँ हैं।
બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજ મા
बटुक भैरव शोभा पाते हैं, काल भैरव शोभा पाते हैं — हे माँ, वे आपके ही हैं।
ઓમ જય હો જય હો મા જગદંબે
ॐ — हे जगदम्बा माँ, आपकी जय हो, जय हो।
તેરસે તુળજા રૂપ, તું તારુણી માતા
तेरस (त्रयोदशी) को: आप तुलजा भवानी का रूप हैं; आप ही तरुणी माता हैं।
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, ગુણ તારા ગાતાં
ब्रह्मा, विष्णु और सदाशिव आपके गुण गाते हैं।
ઓમ જય હો જય હો મા જગદંબે
ॐ — हे जगदम्बा माँ, आपकी जय हो, जय हो।
ચૌદશે ચૌદા રૂપ, ચંડી ચામુંડા
चौदस (चतुर्दशी) को: आपके चौदह रूप हैं — आप चंडी हैं, चामुंडा हैं।
ભાવ ભક્તિ કંઇ આપો, ચતુરાઇ કંઇ આપો, સિંહવાહીની મા
हे सिंहवाहिनी माँ, हमें कुछ भाव और भक्ति दीजिए, कुछ चतुराई दीजिए।
ઓમ જય હો જય હો મા જગદંબે
ॐ — हे जगदम्बा माँ, आपकी जय हो, जय हो।
પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા
पूनम को कलश भरा गया है — करुणा करके हमारी सुनिए।
વશિષ્ઠ દેવે વખાણ્યા, માર્કંડ દેવે વખાણ્યા, ગાઈ શુભ કવિતા
वशिष्ठ ने आपकी स्तुति की, मार्कंडेय ने आपकी स्तुति की, मंगल कविता गाकर।
ઓમ જય હો જય હો મા જગદંબે
ॐ — हे जगदम्बा माँ, आपकी जय हो, जय हो।
સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં
संवत सोलह सौ सत्तावन में, सोलह सौ बाईस में —
સંવત સોળે પ્રગટ્યા, રેવાને તીરે, મા ગંગાને તીરે
सोलह सौ के उस संवत में आप रेवा (नर्मदा) के तट पर प्रकट हुईं — हे माँ, गंगा के तट पर।
ઓમ જય હો જય હો મા જગદંબે
ॐ — हे जगदम्बा माँ, आपकी जय हो, जय हो।
ત્રંબાવટી નગરી, આઇ રૂપાવટી નગરી, મા મંછાવટી નગરી
त्रंबावटी नगरी में, हे आई, रूपावटी नगरी में, हे माँ, मंछावटी नगरी में —
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી
वहाँ सोलह सहस्र शोभा पाते हैं। हे गौरी, क्षमा कीजिए; हे माँ गौरी, दया कीजिए।
ઓમ જય હો જય હો મા જગદંબે
ॐ — हे जगदम्बा माँ, आपकी जय हो, जय हो।
શિવશક્તિની આરતી જે કોઇ ગાશે, જે ભાવે ગાશે
जो कोई शिव-शक्ति की यह आरती गाएगा, जो भाव से गाएगा —
ભણે શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ થાશે
शिवानंद स्वामी कहते हैं, उसे सुख और संपत्ति मिलेगी;
હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે
वह हर के कैलाश तक पहुँचेगा, और अंबा माँ उसके दुःख हर लेंगी।
ઓમ જય હો જય હો મા જગદંબે
ॐ — हे जगदम्बा माँ, आपकी जय हो, जय हो।
એકમે એક સ્વરૂપ, અંતર નવ ધરશો
एकम (प्रतिपदा) को: स्वरूप एक ही है; मन में कोई भेद न रखना।
ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો
भोली भवानी का भजन करते हुए आप भवसागर पार कर जाएँगे।
ઓમ જય હો જય હો મા જગદંબે
ॐ — हे जगदम्बा माँ, आपकी जय हो, जय हो।
ભાવ ન જાણું ભક્તિ ન જાણું, નવ જાણું સેવા
मैं न भाव जानता हूँ, न भक्ति जानता हूँ, न सेवा करना जानता हूँ —
વલ્લભ ભટ્ટને રાખ્યા, શરણે સુખ દેવા
फिर भी आपने वल्लभ भट्ट को अपनी शरण में रखा, शरणागत को सुख देने के लिए।
ઓમ જય હો જય હો મા જગદંબે
ॐ, जय हो, जय हो, माँ जगदम्बे।
